ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેઘવિજ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મેઘવિજ્ય : આ નામે ૧૨ કડીની ‘જ્ઞાનવિવેક-સઝાય’, ૭ કડીની ‘થાવચ્ચાકુમાર-સઝાય’ (લે.ઈ.૧૮૧૩), ૩૭ કડીની ‘સંવેગઉપલક્ષણ-સઝાય’ (લે.સં. ૨૦મી સદી અનુ.), ૪ કડીનું ‘સીમંધરસ્વામી-સ્તવન’ અને ૫ કડીની ‘મહાવીરસ્વામીની સ્તુતિ’(મુ.) મળે છે. આ કૃતિઓના કર્તા કયા મેઘવિજ્ય છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : જિસ્તમાલા. સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]