ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેરુનંદન


મેરુતુંગ(સૂરિ)શિષ્ય [ઈ.૧૪મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. મૂળ પ્રાકૃત કૃતિ ‘નવતત્ત્વ પ્રકરણ’ પરના વિવરણના કર્તા. મેરુતુંગસૂરિનો સમય ઈ.૧૩૪૭/૪૯-ઈ.૧૪૧૫/૧૭ મળે છે. તેને આધારે તેમના શિષ્યનો સમય ઈ.૧૪મી સદી ઉત્તરાર્ધથી ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ સુધીનો ગણી શકાય. સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]