ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેરુનંદન ઉપાધ્યાય-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મેરુનંદન(ઉપાધ્યાય)-૧ [ઈ.૧૩૭૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનકુશલસૂરિની પરંપરામાં જિનોદયસૂરિના શિષ્ય. ૬૦ કડીના આંતરપ્રાસવાળા દુહાબંધમાં રચાયેલા ‘જિરાઉલી/જિરાપલ્લી પાર્શ્વનાથ-ફાગુ’ (ર.ઈ.૧૩૭૬; મુ.), જિનોદય થયા પૂર્વેના કિશોર સમયના સંયમશ્રી સાથેના દીક્ષા-વિવાહનું વર્ણન કરતું ઘાત અને ભાસમાં વિભાજિત ઝુલણાબંધની ૪૪ કડીનું ‘જિનોદયસૂરિ-વિવાહલઉ’ (ર.ઈ.૧૩૭૬ના અરસામાં; મુ.), ૩૩ કડીનું ‘અજિતનાથ-સ્તવન/અજિત-વિવાહલો’(મુ.), ૧૦/૧૧ કડીનો ‘ગૌતમસ્વામી-છંદ’, ૮ અને ૨૫ કડીની ૨ ‘સ્થૂલિભદ્રમુનીન્દ્રચ્છંદાંસિ’ તથા ૩૧ કડીનું ‘સીમંધરસ્વામી-સ્તવન’-એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. ઐરાસંગ્રહ : ૩(+સં.); ૩. પ્રાફાગુસંગ્રહ (+સં.). સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ઉત્તરઅપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૩. ગુસાઇતિહાસ : ૧; ૪. ગુસારસ્વતો; ૫. જૈસાઇતિહાસ; ૬. પ્રાકારૂપરંપરા; ૭. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮;  ૮. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨); ૯. જૈમગૂકરચનાએં : ૧; ૧૦. મુપુગૂહસૂચી; ૧૧. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]