ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મોટાભાઈ


મોટાભાઈ [જ. ઈ.૧૭૦૪/સં. ૧૭૬૦, ભાદરવા વદ ૫-] : પુષ્ટિમાર્ગીય ભરૂચી વૈષ્ણવ ભક્તકવિ. જ્ઞાતિએ નાગર બ્રાહ્મણ. વતન ગોધરા. મોટાભાઈનું મૂળનામ વજેરામભાઈ હતું. તેમના જન્મદિવસે ભગવદીઓ તેમનો ઉત્સવ કરે છે. તેમણે વ્યારાવાળા ગોપાલદાસભાઈ, મહદ્મણિ મોહનભાઈ, ગોકુલભાઈ તથા બહેનજીરાજનાં આધિદૈવિક સ્વરૂપનાં કાવ્યગ્રંથો તથા ધોળ રચ્યાં છે. સંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; ૨. પુગુસાહિત્યકારો. [કી.જો.]