ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રહેમતુલા


રહેમતુલા [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : ખોજા કવિ અને સૈયદ. અવટંકે શાહ. સૈયદ ઇમામ શાહની વફાત (અવ. ઈ.૧૫૧૩) બાદ તેમના ધર્મપત્નીએ રહેમતુલાને બોલાવેલા. ત્યારબાદ તેમણે કડી ગામમાં વસવાટ કર્યો. તેમના વંશજો કડીવાલ સૈયદો તરીકે ઓળખાય છે. સૈયદ હસન પીરના પૂર્વજ. ૧૧ કડીના ‘ગિનાન’(મુ.)ના કર્તા. કૃતિ : સૈઇશાગીસંગ્રહ : ૪(+સં.).[ર.ર.દ.]