ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજસુંદર-૧


રાજસુંદર-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છની પિપ્પલકશાખાના જૈન સાધુ. જિનચંદ્રસૂરિના શિષ્ય. ‘પાર્શ્વજિન-સ્તવન(ગુણસ્થાનવિચારગર્ભિત)-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૦૯), ‘અમરસેન વયરસેન-રાસ’ (ર.ઈ.૧૬૧૧) તથા ૧૯ કડીની ‘ખરતરગચ્છ પિપ્પલકશાખા ગુરુપટ્ટાવલી-ચોપાઈ’ (લે.ઈ.૧૬૧૩/સં.૧૬૬૯, વૈશાખ વદ ૬, સોમવાર-સ્વલિખિતપ્રત; મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. રાપુહસૂચી : ૫૧. [ર.ર.દ.]