ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજસુંદર
Jump to navigation
Jump to search
રાજસુંદર : આ નામે ‘ચતુવિંશતિજિન-નમસ્કાર’ (લે.ઈ.૧૭૨૦) તથા ‘ગજસિંહ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૦/સં.૧૭૫૬, જેઠ સુદ ૧૫) એ કૃતિઓ મળે છે. આ કૃતિઓના કર્તા કયા રાજસુંદર છે તે નિશ્ચિત પણે કહી શકાય તેમ નથી. જો કે, ‘ગજસિંહ-ચોપાઈ’ સમયદૃષ્ટિએ જોતાં કદાચ રાજસુંદર-૨ની હોય પણ તે નિશ્ચિત નથી. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’; ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]