લખમણ : આ નામે ૧ કડીનું ‘ઋષભજિન-ચૈત્યવંદન’(મુ.) મળે છે તેના કર્તા કયા લખમણ છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંભવત: તેઓ લક્ષ્મણ-૧ હોય અને આ ચૈત્યવંદન એ કવિની ‘ચતુર્વિંશતિ જિન-નમસ્કાર’નો ભાગ હોય.
કૃતિ : દેવવંદનમાળા, પ્ર. માસ્તર ઉમેદચંદ રાયચંદ, ઈ.૧૯૨૧.[કી.જો.]