ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લખમો


લખમો : આ નામ શંકરે ગણપતિની હત્યા કરી પછી હાથીનું માથું ચોંટાડી એમને સજીવન કર્યા એ પ્રસંગને આલેખતું ૫ કડીનું ભજન (મુ.) તથા અધ્યાત્મબોધનાં બીજાં બારેક ભજન(મુ.) મળે છે. તેમના રચયિતા કયા લખમો છે તે કહેવું મુશ્કેલ છે. એમના કોઈક ભજનમાં ‘માળી લખમો’ એવી નામછાપ મળે છે અને કેટલાંક ભજનોની ભાષામાં હિંદીની અસર છે. રાજસ્થાનમાં કોઈ લખમો માળી નામના લોકકવિ થઈ ગયા છે. આ ભજનોમાંથી કોઈ એ લખમા માળીના હોય. કૃતિ : ૧. આજ્ઞાભજન : ૧, ૨; ૨. આાપણી લોકસંસ્કૃતિ, પ્ર. જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭; ૩. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૪. ધ્રુવાખ્યાન, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૨૦૦૨; ૫. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૨૦૦૨, ૬. પ્રીતના પાવા, સં. પુષ્કર ચંદરવાકર, ઈ.૧૯૮૩ (+સં.); ૭. બૃહત્ સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.); ૮. ભજનિક કાવ્યસંગ્રહ, પ્ર. શા. વૃન્દાવનદાસ કાનજી, ઈ.૧૮૮૮; ૯. ભજનસાગર : ૨; ૧૦. યોગવેદાન્ત ભજનભંડાર, ગોવિંદભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (ચોથી આ.); ૧૧. સતવાણી. સંદર્ભ : ૧. નવો હલકો, સં. પુષ્કર ચંદરવાકર, ઈ.૧૯૫૬; ૨. હિસ્ટરી ઑફ રાજસ્થાની લિટરેચર, હીરાલાલ મહેશ્વરી, ઈ.૧૯૮૦ (અં.);  ૩. ગૂહાયાદી. [કી.જો.]