ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લબ્ધિવિજ્ય-૩


લબ્ધિવિજ્ય-૩ [ઈ.૧૭૯૬માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. સોમચંદ્રની પરંપરામાં લવજીમુનિના શિષ્ય. બાવીસમાં તીર્થંકર નેમિનાથના ચરિત્રનું વીગતપૂર્ણ તેમજ કાવ્યત્વયુક્ત નિરૂપણ કરતા ૨૯૫ કડીના ‘નેમીશ્વર ભગવાનના ચંદ્રાવલા-૨૯૫’ (ર.ઈ.૧૭૯૬/સં.૧૮૫૨, ફાગણ સુદ ૨, ગુરુવાર; મુ.)ના કર્તા. કૃતિ : નેમીશ્વર ભગવાનના બસો પંચાણું ચંદ્રાવલા, પ્ર. ન્હા. રૂ. રાણીનાનો યુનિયન પ્રેસ, ઈ.૧૮૮૫. સદંર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨,  ૨. જૈગૂકવિઓ ૩(૧). [ર.ર.દ.]