ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાલચંદ-લાલચંદ્ર


લાલચંદ/લાલચંદ્ર : આ નામે ૧૧ કડીની ‘સ્થૂલિભદ્ર-સઝાય’ (લે.ઈ.૧૮૧૩), ૮ કડીનું ‘જિનવાણીનું સ્તવન’ મળે છે. તેમના કર્તા કયા લાલચંદ છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. લીંહસૂચી. [શ્ર.ત્રિ.]