ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાસણ-૧


વાસણ-૧ [ઈ.૧૫૪૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિના શિષ્ય. ૭ ઢાલની ૧૫૩ કડીમાં હેમવિમલસૂરિના પટ્ટધર આણંદવિમલસૂરિ (જ.ઈ.૧૪૪૧-અવ. ઈ.૧૫૪૧)ના ચરિત્રને આલેખતા ‘આણંદવિમલસૂરિ-રાસ/સાધુગુણરત્નમાલા-રાસ’ (ર.ઈ.૧૫૪૧/સં.૧૫૯૭, આસો,-; મુ.) તથા ૨૧ કડીના ‘આદિનાથ-સ્તવન’ના કર્તા. કૃતિ : ઐરાસંગ્રહ : ૩ (+સં.) સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય;  ૪. ફાત્રૈમાસિક, જાન્યુ. ૧૯૭૩-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસ સન્દોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧).[ગી.મુ.]