ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિદ્યારત્ન


વિદ્યારત્ન [ઈ.૧૫૧૭માં હયાાત] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલની પરંપરામાં ધનદેવસુરહંસ-લાવણ્યરત્નના શિષ્ય. ૩૩૯ કડીના ‘મંગલકલશ-રાસ’ (ર.ઈ.૧૫૧૭/સં. ૧૫૭૩, માગશર વદ ૯) અને ‘મૃગાપુત્ર-રાસ’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. ફાત્રૈમાસિક, જાન્યુ. જૂન ૧૯૭૩-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસસન્દોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. જૈમગૂકરચનાએં : ૧. [શ્ર.ત્રિ.]