ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિદ્યારુચિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિદ્યારુચિ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં હર્ષરુચિના શિષ્ય. ૧૦૩ ઢાલ અને ૨૫૦૫ કડીના ‘ચંદ્રનૃપ-ચોપાઈ/ચંદરાજા-રસ’ (ર.ઈ.૧૬૬૧/સં.૧૭૧૭, કરાતક સુદ ૧૩, ગુરુવાર)ના કર્તા. કૃતિનો આરંભ ઈ.૧૬૫૫માં થયો હતો તેવો ઉલ્લેખ છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. દેસુરાસમાળા;  ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૪. ડિકૅટલૉગભાવિ; ૫. મુપુગૂહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]