ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયકુશલ-૧


વિનયકુશલ-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનસૂરિની પરંપરામાં લક્ષ્મીરુચિ-વિમલકુશલના શિષ્ય. ‘જીવદયા-રાસ’ (ર.ઈ.૧૫૮૨)ના કર્તા. આ ઉપરાંત તેમણે ‘મંડલપ્રકરણ-સ્વોપજ્ઞવૃત્તિસહિત’ (ર.ઈ.૧૫૯૬) તથા ‘વિચારસપ્તતિકા-વૃત્તિ’ (ર.ઈ.૧૬૧૯)એ સંસ્કૃત ગ્રંથોની પણ રચના કરી છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]