ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વીરવિમલ-૧


વીરવિમલ-૧ [ઈ.૧૬૬૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિની પરંપરામાં માનવિજ્યના શિષ્ય. ‘ભાવિનીકર્મરેખા-રાસ’ (ર.ઈ.૧૬૬૬/સં.૧૭૨૨, શ્રાવણ વદ ૫, રવિવાર), ૯ કડીની ‘ગૌતમસ્વામીની ગહૂંલી’(મુ.), ‘જંબૂસ્વામી-રાસ’ તથા ‘સચિત્તાચિત્તવિચારગર્ભિત-સઝાય’(મુ.) નામની રચનાઓના કર્તા. આ ઉપરાંત ‘વીરવિમલ’ નામછાપવાળી ૩૦ કડીની ‘ઇલાપુત્ર-સઝાય’, ૨૪ કડીની ‘કર્મબલ-સઝાય’ તથા ૭ કડીની ‘વીશસ્થાનક-સઝાય’ મળે છે, તે આ વીરવિમલની હોવાની સંભાવના છે. કૃતિ : ૧. ગહૂંલીસંગ્રહ, સં. શિવલાલ ઝ. સંઘવી, ઈ.૧૮૧૬; ૨. ગહૂંલીસંગ્રહનામા : ૧, પ્ર. ખીમજી ભી. માણક, ઈ.૧૮૯૧; ૩. મોસસંગ્રહ. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. પંચતંત્ર, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૯;  ૩. જૈગૂકવિઓ : ૨; ૪. ડિકૅટલૉગભાવિ; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]