ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વૈષ્ણવાનંદ સ્વામી


વૈષ્ણવાનંદ(સ્વામી) [ ] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ કવિ. તેમણે ૨૪ પદોમાં વિભાજિત, વરવર્ણન, લગ્નવિધિવર્ણન એમ સમગ્રપણે વર્ણનાત્મક અને જીવનું જો પુરુષોત્તમ સાથે લગ્ન થાય તો બ્રહ્મરૂપ પ્રાપ્ત થાય એવા તત્ત્વજ્ઞાનને સાંકળી લેતી ‘પુરુષોત્તમવિવાહ(મુ.) તથા સહજાનંદના રૂપને વર્ણવતાં પદ (૪મુ.)ની રચના કરી છે. હિંદી કૃતિ ‘શ્રીહરિલીલામૃતસિંધુ’માંનાં ૭ રત્નો તેમણે રચ્યાં છે. કૃતિ : ૧. કચ્છની લીલાનાં પદો, અવિનાશાનંદકૃત, ઈ.૧૯૪૨; ૨. પુરુષોત્તમવિવાહ, તુલસીવિવાહ, રૂક્ષ્મણીવિવાહ, લક્ષ્મીવિવાહ, શ્રીજીમહારાજના શલોકા અને વૃત્તિવિલાહ, પ્ર. મહંત પુરાણી હરીસ્વરૂપદાસજી, ઈ.૧૯૮૧. સંદર્ભ : સદવિદ્યા, જાન્યુ. ૧૯૫૩ -.[કી.જો.]