ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સિંહવિમલ


સિંહવિમલ [ઈ.૧૭૬૦ સુધીમાં] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. ૧૭/૨૦ કડીની ‘અનાથીઋષિ-સઝાય’ (લે.ઈ.૧૭૬૦) તથા ૨૩ કડીની ‘મૃગાપુત્ર-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. મોસસંગ્રહ; ૨. સસંપમાહાત્મ્ય. સંદર્ભ : ૧. જૈહાપ્રોસ્ટા; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]