ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુરદાસ-૨
સુરદાસ-૨ [ઈ.૧૫૬૦માં હયાત] : જયદેવસુત. જ્ઞાતિએ તિલધ્વજ. વાલ્મીકિ રામાયણની કથાને સંક્ષેપમાં મૂકી ૩૨ કડવાંનું ‘રામાયણ’ (ર.ઈ.૧૫૬૦/સં.૧૬૧૬, પોષ સુદ ૫) તેમણે રચ્યું છે. રાવણ-મંદોદરી વચ્ચેનો સંવાદ, રામ-રાવણ યુદ્ધનું કે લંકાનું વર્ણન તેના ધ્યાનપાત્ર અંશો છે. સંદર્ભ : ૧. કાશીસુત શેધજી એક અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૪; ૨. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી; ૩. હિન્દુમિલનમંદિર, વ. ૨૯ અં.૨-‘સૂરદાસનું રામાયણ’, દેવદત્ત જોશી.