ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/‘સંક્ષિપ્ત ગુજરાતી કાદંબરી કથાનક’ :
‘સંક્ષિપ્ત ગુજરાતી કાદંબરી કથાનક’ : અકબરના સમકાલીન ને ભાનુચંદ્રના શિષ્ય સિદ્ધિચંદ્રગણિની આ ગદ્યકૃતિ(મુ.) ગુજરાતીની વિશિષ્ટ રચના છે. બાણની સંસ્કૃત ‘કાદંબરી’ની મુખ્ય કથા શું છે એ સામાન્ય જન સમજી શકે એ હેતુથી એમણે આ સંક્ષેપ ગદ્યાનુવાદ કર્યો છે. એ રીતે એને ‘બાલકાદંબરી’ તરીકે ઓળખાવી શકાય. કૃતિ એની સરળ ને પ્રવાહી ભાષાથી તો ધ્યાન ખેંચે છે, પરંતુ તે સમયના ગુજરાતી ગદ્યને જાણવા માટે પણ મહત્ત્વની છે. [જ.ગા.]