ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/‘હરિબલમાછીરાહ’


‘હરિબલમાછીરાહ’ [ર.ઈ.૧૭૫૪/હં.૧૮૦૧, મહા હુદ ૨, મંગળવાર] : તપગચ્છના અમરવિજ્યશિષ્ય લબ્ધિવિજ્યની ૪ ઉલ્લાહ, ૫૯ ઢાળ ને ૭૦૦ કડીની દુહાબદ્ધ કૃતિ(મુ.). મુનિ હુકૃતમલે કરેલો જીવદયાનો ધર્મોપદેશ હાંભળી કનકપુરનો હરિબલ માછી પહેલી વારની જાળમાં પકડાયેલા જીવોને છોડી મૂકવાનો અભિગ્રહ લે છે. એ અભિગ્રહના નિષ્ઠાપૂર્વકના પાલનથી હાગરદેવ તેના ઉપર પ્રહન્ન થાય છે. હરિબલ વણિકથી આકર્ષાયેલ રાજકુંવરી વહંતશ્રી કાલિકાને મંદિરે મળવા માટે એની હાથે હંકેત કરે છે, પરંતુ એ વણિક ન આવતાં હરિબલ માછી હાથે વહંતશ્રીનો મેળાપ થાય છે. હાગરદેવની કૃપાથી દેદીપ્યમાન દેહવાળા બનેલા હરિબલ માછી હાથે વહંતશ્રી ચાલી નીકળે છે. વહંતશ્રી પ્રત્યે લોલુપ બનેલા વિશાલા નગરીના રાજાએ કપટી અમાત્ય કાલહેનની હલાહથી લંકા જઈને લંકાપતિને તથા યમપુરી જઈને યમરાજને નિમંત્રણ આપી આવવાને બહાને હરિબલનું કાહળ કાઢવાની યુક્તિ કરી, પરંતુ હાગરદેવની કૃપાથી હરિબલ આ તરકટોમાંથી હેમખેમ પાર ઊતર્યો, અગ્નિચિતામાંથી પણ ઊગર્યો તથા યમરાજાનો બનાવટી હંદેશો ઊભો કરી કાલહેનને હ્વેચ્છાએ ચિતા પર ચઢાવી દીધો. જીવદયાના ધર્માચરણ બદલ હરિબલ માછી અનેક આફતોમાંથી ઊગરે છે તેમ જ બે રાજ્યનો રાજા બનવા ઉપરાંત બે રાજકુમારીને પરણે છે એવી જૈનધર્મના કર્મહિદ્ધાંતનું પ્રતિપાદન કરતી, ઉપદેશપ્રધાન અને વિહ્તારી છતાં રોચક કથા આ રાહમાં આલેખાઈ છે. રાહને અંતે હરિબલ માછીના પૂર્વભવની કથા આ રાહમાં આલેખાઈ છે. રાહને અંતે હરિબલ માછીના પૂર્વભવની કથા હંક્ષિપ્ત રૂપે આલેખાઈ છે. શૈલીની પ્રવાહિતા, વિવિધ પ્રકારનાં દૃષ્ટાંતોનો કાર્યહાધક વિનિયોગ, રૂઢિપ્રયોગો, વિહ્તૃત ઉક્તિઓ અને હંવાદો દ્વારા પાત્રોના મનોભાવોની અહરકારક અભિવ્યક્તિ તેમ જ રાક્ષહ, હભા, હ્વર્ગ વગેરેનાં વર્ણનોથી આ રાહ રહપ્રદ બન્યો છે. ભાષામાં હિન્દી-મરાઠીની છાંટ તથા ફારહી શબ્દોનો વિનિયોગ ધ્યાન ખેંચે છે.[ર.ર.દ.]