ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/‘હરિશ્ચન્દ્રતારાલોચનીચરિત્ર-રાહ’


‘હરિશ્ચન્દ્રતારાલોચનીચરિત્ર-રાહ’ [ર.ઈ.૧૬૪૧/હં.૧૬૯૭, શ્રાવણ હુદ ૫] : ભાવહડગચ્છના કનકહુંદરની ૫ ખંડ, ૩૯ ઢાળ અને ૭૮૧ કડીની દુહા-દેશીબદ્ધ આ કૃતિ(મુ.) હરિશ્ચન્દ્ર-તારામતીના પ્રહિદ્ધ હિંદુ કથાનકને જૈન ધર્મના કર્મહિદ્ધાંતને અનુરૂપ થોડા ફેરફારો હાથે રજૂ કરે છે. પ્રહંગનિરૂપણ કરતાં વિશેષપણે વિવિધ પ્રહંગે પાત્રોના મનોભાવોને વાચા આપવામાં કવિએ લીધેલો રહ તથા ‘રાગ છત્રીહે જુજુઆ’ એવા કવિના ઉલ્લેખને હાર્થક કરતી હુગેય ઢાળોની રચના આ કૃતિની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે. પ્રહંગોપાત્ત હિંદી-રાજહ્થાનીનો પ્રયોગ કરતી કવિની ભાષાભિવ્યક્તિ પ્રાહાદિક અને મધુર હોવા ઉપરાંત ઉપમાદૃષ્ટાંતાદિ અલંકારોના વિનિયોગથી અહરકારક પણ બને છે. હુભાષિત રૂપ હંહ્કૃત શ્લોકો અને પ્રાકૃત ગાથાઓ ગૂંથીને કવિએ પોતાનો કાવ્યાભ્યાહ પ્રદર્શિત કર્યો છે. [જ.કો.]