ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અંજલિકાવ્ય
અંજલિકાવ્ય : મૃત હસ્તીના સ્મરણમાં થયેલી રચના. એમાં કવિનું તર્પણ કે મૃતક પ્રતિની એની શ્રદ્ધા જોઈ શકાય છે. આદર કે સ્નેહ આવાં કાવ્યોનું ચાલક બળ હોય છે. કરુણપ્રશસ્તિમાં મૃત્યુ પરત્વેનું સંવેદન મહત્ત્વનું બને છે, જ્યારે આ પ્રકારમાં મૃત પરત્વેનું સંવેદન લક્ષ્ય બને છે. ન્હાનાલાલનું ‘પિતૃતર્પણ’ કે પ્રહ્લાદ પારેખનું ‘દિવંગત રવીન્દ્રનાથને’ આનાં ઉત્તમ ઉદાહરણ છે.
ચં.ટો.