ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અધિઅર્થ


અધિઅર્થ(Overtones) : સંગીતક્ષેત્રમાં અધિસ્વર તરીકે જાણીતી આ સંજ્ઞા કવિતાક્ષેત્રે અધિઅર્થના સંદર્ભમાં પ્રયોજાય છે. શબ્દના સાહચર્યો એના અધિઅર્થો છે. આ અધિઅર્થ કવિતાને અર્થની વ્યાપક સીમાઓ પર મૂકી આપે છે. શબ્દો અધિઅર્થો દ્વારા જ સતત સમૃદ્ધ થતા આવતા હોય છે. ચં.ટો.