ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અનધિશેષવાદ


અનધિશેષવાદ(Reductionism) : સીધોસાદો હેતુ ખેંચી સાહિત્યકૃતિની સંકુલતાની સમજ આપી દેવાનું વલણ અહીં અભિપ્રેત છે. અનધિશેષ અર્થઘટન કૃતિની સંકુલતાને સહીસલામત સરલતામાં રૂપાન્તરિત કરી નાખે છે અને કોઈ વૈયક્તિક હેતુ, માનસિક દોષ, રાષ્ટ્રીય અભિજ્ઞતા કે કલ્પમૂલક આદિછાપ ઇત્યાદિની એને સીધી અભિવ્યક્તિ માની લે છે. ચં.ટો.