ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અનુદાત્ત સુખાન્તિકા


અનુદાત્ત સુખાન્તિકા(Low Comedy) : સંવાદ, ઘટના વગેરેનો ઉપયોગ માત્ર હાસ્ય નિષ્પન્ન કરવાના આશયથી થયો હોય એવું નાટક. આ પ્રકારનાં નાટકોમાં વિદૂષકનું પાત્ર નાયકની સરખામણીમાં પણ વિશેષ લોકચાહના મેળવતું હોય છે. આ પ્રકારનું નાટક પ્રહસન(Farce) કરતાં ઓછી સમયમર્યાદાનું હોય છે. ક્યારેક દીર્ઘ નાટક અંતર્ગત પણ તેનો સમાવેશ થાય છે અને તેનો મુખ્ય હેતુ ગંભીર દૃશ્યોની વચમાં હાસ્યવિશ્રાન્તિ (Comic Relief) સિદ્ધ કરવાનો હોય છે. પ.ના.