ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અનુદર્શી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અનુદર્શી(Cataphora) : પછીથી આવનારા ઘટકનો નિર્દેશ કરતી સંજ્ઞા. મોટે ભાગે એ અવેજીરૂપ હોય છે. જેમકે ઉમાશંકર જોશીના ‘બાલ રાહુલ’ની પંક્તિઓ : ‘‘મૂંગો ગણ્યો મેં ઠપકો વિધિનો :/રે કાં હજી તું લપટાઈ છે રહ્યો?’’ ચં.ટો.