ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અસ્મિતા નાટ્ય


અસ્મિતા નાટ્ય (Heroic Drama) : લયયુક્ત પંક્તિઓમાં રચાયેલું પદ્યનાટક જે ઇંગ્લંડમાં ૧૬૬૪થી ૧૬૭૮ દરમ્યાન પ્રચલિત હતું. ફ્રેન્ચ પ્રશિષ્ટ સ્વરૂપોની અસરતળે વિકસેલા આ નાટ્યસ્વરૂપમાં મુખ્યત્વે ‘પ્રેમ’ અને ‘અસ્મિતા’ની સાથે સંકળાયેલા વિષયવસ્તુનું નિરૂપણ થતું. પ.ના.