ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કસીદો


કસીદો : અરબી-ફારસીમાં પ્રશંસા કરવાને માટે લખાતો એક કાવ્યપ્રકાર. અરબી શાયરો કબીલાનાં અને વીરપુરુષોનાં પ્રશસ્તિગાન વાર્ષિકોત્સવ અને યુદ્ધ સમયે આ કાવ્યપ્રકારમાં ગાતાં. અરબમાંથી આ પ્રકાર ઈરાને પોતાની રીતે સ્વીકાર્યો. એમાં ઓછામાં ઓછી ૧૩ કડી હોય છે. કસીદાના તશબીબ ભાગમાંથી પછીથી ગઝલ કાવ્યપ્રકાર વિકસ્યો છે. ચં.ટો.