ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી વર્ણવ્યવસ્થા



ગુજરાતી વર્ણવ્યવસ્થા: વર્ણ એટલે અહીં – આ સંદર્ભમાં, ભાષાના બોલાતા ધ્વનિને કાગળ ઉપર લખવા માટેનું ચિહ્ન એવો અર્થ છે. ગુજરાતી ભાષાને કાગળ ઉપર ઉતારવા માટેની લિપિચિહ્નોની જે યોજના છે તેનું વર્ણન કરીએ એટલે ગુજરાતી ભાષાની વર્ણવ્યવસ્થાનું વર્ણન થાય. ગુજરાતી ભાષાનું જે અનુભવગમ્ય, શ્રવણેન્દ્રિયથી સંવેદાતું સ્વરૂપ છે તેને કાગળ ઉપર ઉતારવાની વાત છે. કોઈપણ ભાષાની જેમ ગુજરાતી ભાષા પણ ધ્વનિશ્રેણીઓ રૂપે સંભળાય છે. આ ધ્વનિશ્રેણીઓની જે વ્યવસ્થા છે તે ધ્વનિઘટકોની બનેલી છે. દરેક ભાષામાં ધ્વનિઘટકો નિયત સંખ્યામાં હોય છે. અવલોકનો અને તેનાં પૃથક્કરણ-અર્થઘટનની મદદથી એમ તારવી શકાયું છે કે ગુજરાતી ભાષામાં આઠ સ્વરો અને બત્રીસ વ્યંજનો ધ્વનિઘટકો તરીકેની કામગીરી કરે છે. જે ધ્વનિઓને ભાષકો અન્યોન્યથી અલગ ધ્વનિ તરીકે સાંભળવા, ઓળખવા ટેવાયા હોય છે અને તેમનો અર્થના અવગમન સમયે અલગ ધ્વનિ રૂપે ઉપયોગ કરે છે તે ધ્વનિઓને જે તે ભાષાના ધ્વનિઘટકો તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે જોતાં જે આઠ સ્વરોને ગુજરાતી ભાષકો અલગ સ્વરો તરીકે સાંભળે, ઓળખે અને વાપરે છે તે છે – ઈ, એ, ઍ, અ, આ, ઉ, ઓ, ઑ. આ આઠ સ્વરોને મર્મરત્વ સાથે અને એમાંના ‘એ’ અને ‘ઓ’ને બાદ કરતાં બાકીના છને અનુનાસિકત્વ સાથે સાંભળવા, ઓળખવા, વાપરવા પણ ગુજરાતી ભાષકો ટેવાયેલા છે. સ્વરોના આ આઠ અલગ ધ્વનિઘટકોને ગુજરાતી વર્ણવ્યવસ્થા કઈ રીતે કાગળ ઉપર મૂર્ત કરે છે એ નોંધવું જોઈએ. ‘ઈ’ને ચાર જુદી રીતે લખવામાં આવે છે. ‘ઇ’ અને ‘ઈ’ એમ અલગ બે વર્ણો તરીકે અને વ્યંજનોની સાથે – વ્યંજનની આગળ અને પાછળ – ’ અને – ‘ ’ એવાં ચિહ્નો રૂપે ‘ઇ’ લખાય છે. ‘ઈડર’, ‘ઇડરિયો’, ‘ડરી’ આ ત્રણ શબ્દોમાં જુદીજુદી ચાર રીતે લખાયેલા ‘ઈ’ ને ગુજરાતી ભાષક એક જ રૂપ સાંભળવા, ઓળખવા, વાપરવા (જુદાજુદા સંદર્ભમાં જુદી રીતે ઉચ્ચારે છે એની નોંધ એ લેતો નથી) તે ટેવાયો છે. એવું જ ‘ઉ’નું છે. તે પણ ચાર જુદીજુદી રીતે વર્ણવ્યવસ્થામાં ચિહ્નિત્ થયો છે. ‘તેનું મન ઊડું ઊડું કરે છે’ જેવા વાક્યમાં વપરાયેલા ‘ઊડું’ શબ્દમાંના ‘ઊ’ સ્વર જેવો જ ‘ઊ’નો ઉચ્ચાર તે ‘તારા’ કે ‘ગ્રહો’ના અર્થમાં વપરાયેલા ‘ઉડુ’ શબ્દમાંના ‘ઊ’નો કરે છે. ‘કુંડી’ અનએ ‘કૂંડુ’ એ બે શબ્દોમાંથી પહેલા શબ્દમાં ગુજરાતી ભાષકો ‘કું’ એમ હ્રસ્વ બોલે છે અને બીજામાં ‘કૂં’ એમ દીર્ઘ બોલે છે એવું મનાય છે પરંતુ ધ્વનિઓના ઉચ્ચારણને માપનારા યંત્રે બતાવ્યું છે કે એમાં ઉચ્ચારણની દૃષ્ટિએ અંશમાત્રનો તફાવત નથી. આમ ઉ, ઊ, એમ ચાર રીતે ‘ઉ’ વર્ણવ્યવસ્થામાં સ્થાન પામ્યો છે. ‘એ’ બે રીતે લખાય છે – એ, – ‘ઍ’ પણ બે રીતે લખાય છે – ઍ, ‘અ’ માત્ર એક રીતે લખાય છે – અ રૂપે. આ, અને એમ બે રીતે, ‘ઓ’ અને ‘ઑ’ એમ બે રીતે ‘ઓ’ લખાય છે. ગુજરાતી ભાષાના બત્રીસ વ્યંજનો વિવિધ વર્ણો રૂપે લખાય છે. પ, ત, ટ, ર, ક, / બ, દ, ડ, જ, ગ, / ફ, થ, ઠ, છ, ખ, / ભ, ધ, ઢ, ઝ, ઘ, / ય, લ, વ, સ, ળ, ણ, હ ઉપરના સત્તાવીસ વ્યંજનો માત્ર એક રીતે જ લખાય છે. જો કે વર્ણમાળામાં પ, ત, ચ, બ, ગ, થ, ખ, ભ, ધ, ઘ, લ, વ, સ, ણ એવા રૂપે તેમને ઓળખવામાં આળે છે પરંતુ ‘કાપ્યો’ ‘કાંત્યું’ ‘વાંચ્યું’ ‘દાબ્યું’ ‘વાગ્યું’ ‘ગૂંથ્યું’ ‘ભાખ્યું’ ‘લાભ્યો’ ‘વધ્યું’ ‘વિઘ્ન’ અથવા ‘વિઘ્ન’ ‘ચાલ્યા’ ‘કાવ્ય’ ‘લપસ્યો’ ‘લાવણ્ય’ જેવા અનેક શબ્દોમાં આ વ્યંજનો વિના ા (અ-વિના) વપરાય છે એ ઉપરથી એમ પણ કહી શકાય કે તેમની સાથે લખાતી અથવા અંકિત થતી ઊભી લીટી ‘ા’ ‘અ’ ને ચિહ્નિત કરે છે આ વર્ણોમાં એ ‘અ’નું ચિહ્ન લાગ્યા પછી જ એવાં ઇ અને ઉનાં ચિહ્નો લાગી શકે છે. શ્ અને ષ્ અથવા શ અને ષ એમ બે રીતે શ લખાય છે. મ્, ન્ જેવા વર્ણો અંબા, ચંબલ, કાંતિ, શાંત જેવા શબ્દોમાં રૂપે અને અન્યત્ર મ કે ન રૂપે લખાય છે. (શ, લ, મ, ન એ ચારેમાં અંતે અંકિત થયેલી ઊભી લીટી ા તે અ સૂચક છે) ઙ મ એ બંને ઉચ્ચારણો એક જ ધ્વનિઘટક રૂપે વપરાતો હોવા છતાં ‘વાઙ્મય’ જેવા શબ્દમાં ઙ રૂપે અને ‘પંગુ’, ‘રંગ’ જેવામાં ં કે ‘અંચઈ’ જેવા શબ્દમાં પણ ં રૂપે લખાય છે. ર નામનો ધ્વનિધટક ર સાથે એકરૂપ થઈ જાય તેટલું સામ્ય ધરાવે તે રીતે લખાય છે પરંતુ સળંગ લખાણમાં ર કાં તો ા સાથે અથવા એની પછી આવતા વ્યંજન સાથે જોડાઈને લખાતો હોવાથી ગૂંચવાડો થતો નથી. દા.ત., ‘ચકલી’ અને ‘ચ્યવન’ શબ્દમાં આ ર નવ રીતે લખાય છે. ‘દૃશ્ય’ ‘આદર્શ’ ‘તૃષા’ ‘પ્રાણ’ ‘રૂપિયો’ ‘હૃદય’ ‘રાષ્ટ્ર’ ‘ઋષિ’ અને ‘રામ’ એ નવ શબ્દોમાં જોઈ શકાશે કે ‘ર’ જુદી જુદી રીતે લખાયો છે. આમ ગુજરાતી વર્ણવ્યવસ્થા ‘આક્ષરી’ (syllabic) હોવાથી તેમાં ઘણી સંકુલતા છે. ભાષાની ધ્વનિવ્યવસ્થામાં થતા પરિવર્તન સાથે આ વર્ણવ્યવસ્થા તાલ મેળવતી ન હોવાથી એ વળી વધુ સંકુલ બની છે એ પણ નોંધી શકાયું હશે. આ બાબતની મહત્ત્વની સાબિતી એ છે કે ધ્વનિવ્યવસ્થાના પરિવર્તનના એક તબક્કે સ્વરોના ઉચ્ચારણમાં મર્મરત્વ પણ ભેદક થયું અને તેને લખવા માટે કોઈ લિપિચિહ્ન અત્યાર સુધી ઉપયોગમાં લેવાતું નથી તેથી લખાણમાં ‘હ’ સાથે તેની ભેળસેળના અનેક ગૂંચવાડા મળે છે. યો.વ્યા.