ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચાબખા


ચાબખા : ભોજા ભગતે પ્રયોજેલો મધ્યકાલીન પદપ્રકાર. ચાબખો એટલે ચાબુક, તળપદ પણ સણસણતી, તીખી ભાષામાં, સચોટ દૃષ્ટાંતો દ્વારા સંસારની અસારતા અને ભગવદ્ભક્તિનો આશ્રય ચીંધતાં બોધવચનોએ સહૃદય શ્રોતાને મર્માહત કર્યા તેથી આ પદપ્રકાર ચાબખા તરીકે પ્રચલિત થયો. ચાબખામાં મોટે ભાગે ચાર-છ કડીઓ હોય છે. અને તે પ્રાસયુક્ત ટેકપંક્તિઓ પછી અંતરાઓમાં વિસ્તરતું કાવ્યરૂપ છે. ર.ર.દ.