ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચિત્રકથા
ચિત્રકથા : અલગ અલગ ચિત્રની માળામાં વિસ્તરતી કથા. એમાં કથાના માર્મિક પ્રસંગો અને પાત્રોની ચરિત્રલક્ષી લાક્ષણિકતાઓને રેખાંકિત ચિત્રો દ્વારા ઉપસાવવામાં આવે છે અને ચિત્રો સાથે જરૂરી કથાંશનું સૂચનાત્મક નિરૂપણ ઉપરાંત ક્યારેક સંવાદલેખન પણ થયું હોય છે. આ રીતે વિભક્ત દૃશ્યોની શ્રેણી દ્વારા પહોંચાડાતી કથાઓ બાળમાનસને અત્યંત રોચક નીવડે છે.
ર.ર.દ
.