ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચૈતસિક વાતાવરણ
ચૈતસિક વાતાવરણ(Atmosphere of mind) : માનસશાસ્ત્રીય નવલકથાલેખનના સંદર્ભમાં હેન્રી જેમ્ઝ દ્વારા સૌ પ્રથમવાર ઉપયોગમાં લેવાયેલી આ સંજ્ઞા આત્મલક્ષી લેખનશૈલી દ્વારા ભાવકના ચિત્તમાં લેખક પોતાની મનોદશાનું કઈ રીતે આરોપણ કરે છે તે સૂચવે છે.
પ.ના.