ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દિંડી



દિંડી : મરાઠીમાંથી ઊતરી આવેલી પદ્યરચના. આની પહેલી નોંધ કે. હ. ધ્રુવે લીધી છે. અને પહેલીવાર એનો પ્રયોગ ભોળાનાથ સારાભાઈએ કર્યો છે. અંત્ય યમક સાથેનાં ૧૯ માત્રાનાં ચાર ચરણ છે. મરાઠીમાં ‘દાલ દાદાદા દાલ દાલ ગાગ’ છે. તો ગુજરાતીમાં ‘દાલ દાલ દાલ દાલ દાલ ગા ગા’ કરવામાં આવ્યું છે. ‘કાન્તે’ શુદ્ધ મરાઠી દિંડી લખી છે. છત્ર જેવા બેઠા હતા પિતાજી/લગ્નગ્રંથિ અભિનવ રસાલ તાજી. ચં.ટો.