ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાટ્યરૂપાન્તર
નાટ્યરૂપાન્તર, નાટકીકરણ (Dramatization) : ઇતિવૃત્ત, નવલકથા, ટૂંકી વાર્તા કે એવા કોઈ અન્ય સાહિત્યસ્વરૂપમાં રહેલી કથાનું નાટકમાં રૂપાન્તર કરવાની કલા, જેમકે, યુરોપમાં મધ્યકાલીન નાટકમાં બાઇબલનું રહસ્ય નાટકોમાં રૂપાન્તર થયું છે. આપણે ત્યાં નવલકથા ‘સરસ્વતીચન્દ્ર’નું નાટ્યરૂપાન્તર થયું છે.
ચં.ટો.