ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પરિણામ


પરિણામ : સાદશ્યમૂલક અલંકાર : જ્યારે આરોપ્યમાણ, આરોપવિષયના રૂપમાં અથવા આરોપવિષય આરોપ્યમાણના રૂપમાં પરિણત થઈને પ્રકૃત કાર્યમાં ઉપયોગી બને છે ત્યારે પરિણામ અલંકાર થાય છે. અહીં રૂપક અલંકારની જેમ આરોપવિષય પર આરોપ્યમાણનો આરોપ થાય છે, રૂપકમાં આરોપ્યમાણના રૂપનો આરોપ થાય છે. જ્યારે પરિણામમાં એના કાર્યનો આરોપ થાય છે, જેમકે, ‘જ્યાં રાત્રે વનની ઔષધિઓ વનવાસી સ્ત્રીઓ માટે તેલ વગરના દીવા બની જાય છે.’ અહીં આરોપવિષય ઔષધિઓ આરોપ્યમાણ દીવાઓના રૂપમાં પરિણત થાય છે, માટે પરિણામ અલંકાર છે. જ.દ.