ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પારિભાષિકસૂચિ


પારિભાષિકસૂચિ(Glossary) : અપરિચિત, દુર્બોધ શબ્દો કે સંજ્ઞાઓની સ્પષ્ટીકરણ સાથેની સૂચિ. મોટે ભાગે વૈજ્ઞાનિક કે પ્રવિધિમૂલક લખાણોમાં પ્રયોજાયેલા પારિભાષિક શબ્દોને સ્પષ્ટ કરવા માટે આનો ઉપયોગ થાય છે. ખાસ કરીને પુસ્તક કે લેખના અંતે આવી સૂચિ આપવામાં આવે છે. હ.ત્રિ.