ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પિયાલો


પિયાલો : જ્ઞાન અને ભક્તિધારાની સંતવાણી ઝીલતો મધ્યકાલીન પદગોત્રીય કાવ્યપ્રકાર. સંતપરંપરામાં ગુરુ દ્વારા શિષ્યને અભિમંત્રિત જળનો પ્યાલો પાવાની પ્રણાલિ હતી. પછી ગુરુદત્તમંત્ર અને નામસ્મરણમાં સહાયક બનનારી પદરચનાઓ પણ ‘પિયાલો’ તરીકે ઓળખાઈ. રવિ, ભાણ અને મોરારસાહેબની પદકવિતામાં પિયાલા મળી આવે છે. ર.ર.દ.