ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પુસ્તક-પરિચય


પુસ્તકપરિચય(Book-review) : પુસ્તકને તોળીજોખી મૂલ્યાંકન કરી એને વિશે અભિપ્રાય આપતો વિવેચનનો એક પ્રકાર. પુસ્તકાવલોકનનો મુખ્ય હેતુ પુસ્તકના ગુણદોષ ચર્ચીને કાળજીપૂર્વક એને વિશે વિવેક કરવાનો છે. પુસ્તકાવલોકન કેટલીક વાર અહેવાલ પદ્ધતિએ જાહેરાત રૂપે લખાયેલું હોય છે, કેટલીક વાર પુસ્તકનાં હેતુ, શૈલી અને વિષયને અનુલક્ષીને વિવેચનાત્મક રીતે લખાયેલું હોય છે; કેટલીક વાર પુસ્તકનું ‘સ્પ્રિંગબોર્ડ અવલોકન’ થતું હોય છે, જેમાં અવલોકનકાર પુસ્તકને આરંભબિંદુ તરીકે સ્વીકારી પોતાને અનુકૂળ હોય એમ એ નિમિત્તે ઊહાપોહ કરતો હોય છે. ચં.ટો.