ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રત્યનીક


પ્રત્યનીક : પોતાના પ્રતિપક્ષીનો પ્રતિકાર કરવા માટે અસમર્થ કોઈ જ્યારે પ્રતિપક્ષીના સંબંધીનો તિરસ્કાર કરે અને એ દ્વારા ખરેખર તો પ્રતિપક્ષીના ગૌરવની જ પ્રતીતિ કરાવે ત્યારે પ્રત્યનીક અલંકાર બને. જેમકે “હે સુંદર! તમે કામદેવના રૂપને પરાસ્ત કર્યું છે. એટલે કામદેવ તમારા પર વેર વાળવા તત્પર છે. તે (નાયિકા) તમારા પર આસક્ત છે એટલે કામદેવ પોતાનાં પાંચે બાણો નાયિકા પર ફેંકીને તેને તપાવે છે.” જ.દ.