ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બહુસંસ્કૃતિવાદ
બહુસંસ્કૃતિવાદ (Multiculturism) : આજે અંગ્રેજીમાં લખાતું સાંપ્રત વિશ્વસાહિત્ય બહુસંસ્કૃતિના મુદ્દાઓ ઊભા કરે છે. આ સંજ્ઞા પ્રગટપણે બહુસંસ્કૃતિયુક્ત સમાજને નિરૂપતી સાહિત્યકૃતિ સાથે સંકળાયેલી છે યા તો અન્ય સંસ્કૃતિઓમાંથી આવેલા વાચકને પોતાની ગત્યાત્મકતાથી અપ્રગટપણે જોડતી સાહિત્યકૃતિ સાથે સંકળાયેલી છે. આથી બહુસંસ્કૃતિયુક્ત કૃતિ માટે સદ્યઆકલનનો માપદંડ યોજી શકાતો નથી. કદાચ લેખક બધું સુગમ બને એવું ઇચ્છતો પણ નથી. આફ્રિકન લેખકોનાં લખાણોને આ મુદ્દો વિશેષ સ્પર્શે છે.
ચં.ટો.