ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બાલરામાયણ



બાલરામાયણ : રાજશેખર(દશમી સદી)નું દસઅંકી નાટક. રાવણના પ્રેમ માલ્યવાનના કાવાદાવા એમાં કેન્દ્રસ્થાને છે. આથી ખલનાયકને મહત્ત્વ આપવાનો વિશિષ્ટ અભિગમ દેખાઈ આવે છે. રાવણની શિવધનુષ્ય વાળવાની ના, સીતાને પરણનારને જોઈ લેવાની ધમકી, પરશુરામની કાન-ભંભેરણીનો પ્રયત્ન, પૂતળીઓના ‘મોંમાં પોપટ મૂકીને તેને સીતા ગણી આલિંગવાનો રાવણનો પ્રયત્ન, શૂર્પણખાની ઘવાયેલી સ્થિતિથી રોષ, માલ્યવાનની બનાવટી (બોલતી પૂતળીરૂપ) સીતાનું સમુદ્રકાંઠે મસ્તક, રાવણવધ, રાજાનો રાજ્યાભિષેક વગેરે એની મુખ્ય ઘટનાઓ છે. ચવાઈ ગયેલું કથાવસ્તુ છતાં ખલનાયકને કેન્દ્રમાં લાવવાનો વિશિષ્ટ પ્રયોગ, ગર્ભાંકની યોજના વર્ણભેદની આવૃત્તિ અને છંદ પ્રયત્ન રસ જગાડે છે. તો બીજી બાજુ ૭૮૦ શ્લોકોમાં સંધાયેલું નાટ્યતત્ત્વ, હાસ્યનો અને હાસ્યનો અને નાટ્યાત્મકતાનો અભાવ નાટકને નીરસ બનાવે છે. હ.મા.