ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મહાવાક્ય


મહાવાક્ય : વિશ્વનાથે ‘સાહિત્યદર્પણ’માં વાક્યની વ્યાખ્યા આપતાં વાક્યને યોગ્યતા, આકાંક્ષા અને આસત્તિ (સંનિધિ) યુક્ત પદસમુચ્ચય તરીકે ઓળખાવ્યું છે. તો મહાવાક્યની વ્યાખ્યા આપતાં મહાવાક્ય(પરિચ્છેદ)ને વાક્યસમુચ્ચય તરીકે ઓળખાવ્યું છે. પરંતુ વાક્યની જેમ મહાવાક્યમાં યોગ્યતા, આકાંક્ષા અને આસત્તિને એમણે અનિવાર્ય ગણ્યાં છે. ચં.ટો.