ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રૂઢ પરિસ્થિતિ


રૂઢ પરિસ્થિતિ(Stock situations) : સાહિત્યકૃતિમાં વર્ણવવામાં આવતી રોજિંદા જીવનની સામાન્ય ઘટનાઓ તથા સામાન્ય માણસોના જીવનમાં અવારનવાર બનતી અસાધારણ ઘટનાઓનો નિર્દેશ આ સંજ્ઞા દ્વારા મળે છે. જેમકે, અસંખ્ય પ્રેમકથાઓમાં જોવા મળતો પ્રણયત્રિકોણ. પ.ના.