ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રેન્ગા


રેન્ગા(Renga) : જપાની કાવ્યપ્રકાર નિજો યોશિમોતોએ ચૌદમી સદીમાં રેન્ગાના નિયમોને વિસ્તાર્યા અને સ્વરૂપ સિદ્ધ કરી આપ્યું. સામાન્ય રીતે રેન્ગા ૧૦૦ કડીનું બનેલું હોય છે. એમાં બે કડીનું એક એવાં આવર્તનો આવે છે. દરેક પહેલી કડી ત્રણ પંક્તિની અને ૫/૭/૫ અક્ષરોની બનેલી હોય છે, જ્યારે દરેક બીજી કડી બે પંક્તિની અને ૭/૭ અક્ષરોની બનેલી હોય છે. રેન્ગા અનુબદ્ધ કવિતા (Linked Poetry) તરીકે પણ ઓળખાય છે. બે અથવા વધુ કવિઓ દ્વારા એ સામૂહિક રીતે રચાતી આવે છે. ચં.ટો.