ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિવિક્તકરણ


વિવિક્તકરણ(Abstraction) : આધુનિક ચિત્રકલા કે ફોટોગ્રાફીમાં વારંવાર ઉપયોગમાં લેવાતી આ પ્રવિધિ એ વસ્તુમાંથી એના કોઈ ભાગની પરિચ્છિતિ છે. ‘વિલ્સ’ સિગારેટની જાહેરાતમાં આવતો સિગારેટ સળગાવતો સ્ત્રીનો બંગડીવાળો હાથ વિવિક્તકરણનું ઉદાહરણ છે. ચં.ટો.