ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વ્યતીત વિરોધ


વ્યતીતવિરોધ(Antipassatismo) : ઇટેલિયન ભવિષ્યવાદ માટે આ સંજ્ઞા પ્રયોજવામાં આવે છે. ઇટેલિયન ભવિષ્યવાદની વિભાવનામાં રહેલાં પ્રતિ-પરંપરાવાદી(Antitraditional) લક્ષણોનું અહીં સૂચન મળે છે. આ સંજ્ઞાનો મૂળ અર્થ થાય છે : ભૂતકાળનો અસ્વીકાર(Down-with-the-past). આમ, ‘આવાં ગાર્દ’ વિચારધારાના એક ફાંટા તરીકે વિકસેલા ઇટેલિયન ભવિષ્યવાદની વિભાવના આ સંજ્ઞા દ્વારા સ્પષ્ટ થાય છે. ચં.ટો.