ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શ્રવ્ય અને શ્રાવ્ય
શ્રવ્ય અને શ્રાવ્ય : રા. વિ. પાઠકે ‘સાહિત્યવિમર્શ’માં સંસ્કૃત કાવ્યશાસ્ત્રકારોએ કાવ્યના શ્રવ્ય અને દૃશ્ય એવા બે પ્રકારો કર્યા છે એનો નિર્દેશ કરી સૂચવ્યું છે કે શ્રવ્ય અને શ્રાવ્ય બંને શબ્દો એક અર્થમાં વપરાય છે પણ આ બંને શબ્દોના જુદા જુદા પારિભાષિક અર્થ કરી શકાય તેમ છે. એમણે પ્રેમાનંદ ગાઈ સંભળાવે કે હરિકીર્તનકાર ગાઈ સંભળાવે તેને શ્રાવ્ય તરીકે ઓળખવા અને પોતે પોતાની મેળે વાંચી શકે એવા કાવ્યને શ્રવ્ય તરીકે ઓળખવા માટે સૂચન કર્યું છે.
ચં.ટો.