ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શ્લોક પદ્યખંડ


શ્લોક/પદ્યખંડ(Stanza) : મૂળ ઇટાલિયન શબ્દ ‘સ્ટાન્ઝા’નો અર્થ વિરામસ્થાન એવો થાય છે. સાહિત્યમાં આ સંજ્ઞા પદ્યરચનાની પંક્તિઓના જૂથનું સૂચન કરે છે. એટલેકે પદ્યપંક્તિઓના જૂથ દ્વારા કાવ્યના ખંડ રચાય છે. સામાન્ય રીતે પુનરાવૃત્ત પ્રાસયોજનાથી કે મુદ્રિત કાવ્યમાં છોડેલી જગ્યા પરથી પદ્યખંડ પરખાઈ જાય છે. આવા પદ્યખંડોની શ્રેણીથી કાવ્ય બને છે. આ પદ્યખંડની પંક્તિસંખ્યા તથા એનું બંધારણ કાવ્યના સ્વરૂપ અનુસાર હોય છે. ચં.ટો.