સંગીતરૂપક : રેડિયોના શ્રાવ્ય માધ્યમને અનુલક્ષી ગીતસંગીત લઈને ચાલતા આ સ્વરૂપમાં કથાદોર પાતળો હોય છે. જાણીતી કથાઓને, ઋતુઓને, તહેવારોને, સમકાલીન ઘટનાઓને ગૂંથીને પ્રવક્તાના સંભાષણથી ગીતોને અહીં સાંકળવામાં આવ્યાં હોય છે. ચં.ટો.